જો તમે ભૂલથી પણ ફ્રીઝનું પાણી પીતા હોય તો 5 મિનિટ આ વાંચી લેજો

 

ઉનાળામાં તાપમાનનો પારો જેમ જેમ વધે તેમ તેમ લોકો ઠંડા પીણા અને ઠંડુ પાણી વધારે પીવા લાગે છે. જો કે ઘણા લોકો એવા હોય છે

જેઓ તડકામાં રહ્યા પછી તુરંત ઘરમાં આવી અને ફ્રીજનું પાણી ગટગટાવી જાય છે. વળી કેટલાક લોકો એવા હોય છે જે બારે માસ ફ્રીજનું જ પાણી પીવે છે.

જે લોકો ફક્ત ફ્રીજનું પાણી પીવે છે તેમના માટે એ વાત જાણવી જરૂરી છે કે આ પાણી સતત અને નિયમિત પીવાથી શરીરને કેટલાક ગંભીર નુકસાન થઈ શકે છે. આજે તમને જણાવીએ ફ્રીજનું પાણી પીવાથી શરીરને કેટલા નુકસાન થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ સંકુચિત થાય છે. તેના કારણે પાચનક્રિયા પર પણ અસર થાય છે. જે લોકો સતત ઠંડુ પાણી પીવે છે તેમના શરીરમાં પોષક તત્વોના અવશોષણની કુદરતી પ્રક્રિયામાં બાધા ઊભી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય જ્યારે પણ ઠંડુ પાણી પીવામાં આવે ત્યારે ખોરાક પચાવવા માટે જરૂરી જઠરાગ્નિની આગ બુઝાય જાય છે. જેના કારણે પાચનમાં સમસ્યા થાય છે. ઠંડું પાણી પીવાથી શરીરનું તાપમાન પણ અનિયંત્રિત થઈ જાય છે.

ફ્રિજનું ઠંડુ પાણી સતત પીવાથી ડીહાઈડ્રેશન થઈ શકે છે. કારણ કે શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. તેના કારણે શરીરમાં પાણીની કમી સર્જાય છે. જ્યારે પણ ગરમીમાંથી આવીને પાણી પીવો તો આ વાતનું ધ્યાન રાખવું કે પાણી સામાન્ય તાપમાનનું જ હોય.

ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે સાથે જ ગળામાં પણ ખરાશ થઈ શકે છે. તેથી તડકામાંથી ઘરે પરત આવો ત્યારે તુરંત જ પાણી પીવાનું ટાળો. ખાસ કરીને ફ્રીજનું પાણી તો ન જ પીવું. તેનાથી નાક અને ગળું બંને બંધ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જમ્યા પછી પણ તરત જ ઠંડુ પાણી પીવાથી શ્વસનતંત્રમાં ઘણી લાળ જમા થાય છે જે લાંબા ગાળે ગળામાં દુખાવાનું કારણ બને છે. ઘણી વખત ફ્રીજનું પાણી પીવાથી શરીરનું તાપમાન વધી જાય છે. તેનાથી વાયરલ રોગ થવાનું જોખમ વધી જાય છે.

ખોરાકમાં ચરબીની માત્રા વધી જાય છે ત્યારે તેના પાચનમાં સમય લાગે છે. તેથી શરીરની ઊર્જા પણ વધારે વપરાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી ખોરાકની ચરબી જામી જાય છે. તેથી જમ્યા પછી 30 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ અને તે પણ સાદું.

ઠંડુ પાણી પીવાથી હૃદયની ગતિમાં ફેરફાર થવા લાગે છે. ઠંડુ પાણી પીવાથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થાય છે અને ધબકારા ઘટાડે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!