ચરબી માત્ર પેટ, કમર, સાથળના ભાગે જ જામે છે તેવું નથી. ચરબી ચહેરા પર પણ જામે છે. આપણે શરીર પર વધેલી ચરબી ઉતારવા માટે તો મહેનત કરીએ છીએ પરંતુ ચહેરાનો દેખાવ ખરાબ કરતી ચરબી દુર કરવા કંઈ જ કરતાં નથી.
ચહેર પર ગાલ, ગરદન, ચિનમાં ચરબી જામી જતી હોય છે. આ ચરબી દુર કરવી પણ જરૂરી છે. જો તેને દુર કરવામાં ન આવે તો તે દેખાવ તો ખરાબ કરે છે પરંતુ વૃદ્ધત્વના લક્ષણોને પણ વધારે છે. આ ચરબી દુર કરવા માટે પણ કસરતો છે.
ચહેરાની ચરબી દુર કરતી કસરતો કરવા માટે તમારે શારીરિક શ્રમ કરવાનો નથી. તમે કોઈપણ જગ્યાએ બેઠા બેઠા આ કસરત કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ચહેરાની ચરબી દુર કરતી કસરતો કઈ કઈ છે.
ચહેરાની ચરબી દુર કરવી હોય તો કાર્ડિયો કસરત કરવી જરૂરી છે. તેના માટે વોકિંગ, જોગિંગ કસરતો કરી શકાય છે. આ કસરતો ચહેરા માટે લાભકારી છે. તેનાથી સ્નાયૂમાં ખેંચાણ આવે છે. આ સિવાય એરોબિક્સ અને ઝુમ્બા પણ આ કામમાં મદદ કરી શકે છે.
વ્યાયામ કરવા ઉપરાંત તમારે દિવસ દરમિયાનના આહારમાંથી ખાંડની માત્રા પણ ઘટાડવી જરૂરી છે. નક્કી કરી લેશો કે દિવસ દરમિયાન 2 ચમચીથી વધુ ખાંડ લેશો નહીં. જેમાં દરેક પ્રકારની મીઠી વસ્તુનો પણ સમાવેશ થઈ જાય છે.
આ સિવાય જમ્યા પછી તુરંત સુઈ જવું નહીં. રાત્રે ભોજનમાં હળવો આહાર લેવો. તે પણ સુવાના સમયના 3 કલાક પહેલા ખાઈ લેવો. જમ્યા પછી 10 મિનિટ ચાલવાનું રાખો.
ચહેરાની કસરતો
1. આ કસરત કરવા માટે છત તરફ જોવું. ત્યારબાદ મોં પહોંળુ કરી અને ખોલવાનું અને બંધ કરવાની કસરત કરો. આ રીતે 20ની ગણતરીના 3 સેટ કરવા.
2. ત્યારબાદ પહેલા ઉપરની તરફ જોવું અને પછી જમણી તેમજ ડાબી બાજું જોવાનું રાખો. આ રીતે 20ની ગણતરીનો એક સેટ કરો. ત્યારબાદ સામે જોવાનું અને જમણે તેમજ ડાબે મોં ફેરવી અને 20ના 3 સેટ કરો.
3. આ કસરત કરવા માટે મોંમાં એક પેન્સિલ મુકો. ત્યારબાદ ચહેરાને વધારે હલાવ્યા વિના હવામાં પેન્સિલથી તમારું નામ લખવાનો પ્રયત્ન કરો.
4. ચોથી કરસતમાં પાઉટ બનાવો અને ગાલેને અંદર તરફ ખેંચવાનો પ્રયત્ન કરવો. આ રીતે કસરત થોડીવાર કરવાથી ચહેરા પર જામેલી વધારેની ચરબી, ડબલ ચિન જેવી સમસ્યા દુર થાય છે.