તમારું વજન આસાનીથી ઘટાડવું છે, આ ઉપાયથી ઘરબેઠા થઈ જશો પાતળા

 

આજના સમયમાં વધારે વજન જટીલ અને ઝડપથી વધતી સમસ્યા બનતું જાય છે. પરંતુ આ સમસ્યા લોકોની કેટલીક ખોટી આદતોના કારણે વધે છે. જો આ આદતોમાં ફેરફાર કરવામાં ન આવે તો વજન ક્યારેય ઘટતું નથી.

1. જે લોકો ખોરાક બરાબર ચાવ્યા વિના ઝડપથી ખાઈ લેતા હોય છે તેમનું વજન ઝડપથી વધે છે. કારણ કે તેનાથી પાચનક્રિયા પર અસર થાય છે. તેનાથી પેટ ભરાયાનો સંકેત પણ મગજ સુધી મોટો પહોંચે છે.

2. સવારે નાસ્તો કર્યા વિના માત્ર ચા કે કોફી પીવાથી સ્થૂળતા વધે છે. કારણ કે રાત્રે જમ્યા પછી સવારના નાસ્તા વચ્ચે 8થી 10 કલાકનો ગેપ હોય છે. તેથી સવારનો નાસ્તો કરવો જરૂરી છે. નહીં તો મગજના સ્નાયૂ નબળા પડી જાય છે.

3. ટીવી જોતા જોતા જમવાથી પણ વજન વધે છે. કારણ કે મોટાભાગે લોકોનું ધ્યાન એ વાત પર રહેતું નથી કે તે શું જમ્યા અને કેટલું જમ્યા જેના કારણે વજન વધે છે. દિવસમાં 2 કલાકથી વધુ ટીવી જોનારનું પણ વજન ઝડપથી વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ વજન વધે છે. લાંબા સમય સુધી શરીરને ભોજન ન મળે તો પોષકતત્વોની ઊણપ સર્જાય છે અને શુગર લેવલ ઓછું થઈ જાય છે. તેનાથી મગજને યોગ્ય સમયે ગ્લુકોઝ નથી મળતું. તેનાથી વજન પણ વધે છે.

5. રાત્રે મોડે સુધી જાગવું અને સવારે વહેલા એટલે અધુરી ઊંઘમાં જાગી જવાથી વજન વધે છે. રોજ 7 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. જો તમે ઓછી ઊંઘ કરો છો તો શરીરનું એનર્જી લેવલ ઘટી જાય છે.

6. વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી પણ શરીરમાં કેલેરી વધારે જાય છે અને તેના કારણે ચરબી વધે છે. ફાસ્ટ ફૂડ ખાવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. તેના કારણે વજન પણ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

7. સ્ટ્રેસના કારણે પણ વજન વધે છે. કારણ કે માનસિક તણાવમાં લોકો વધારે ખાવાનું શરુ કરી દે છે. તેવામાં કોલેસ્ટ્રોલ, હાઈ બીપી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

8. જમ્યા પછી તરત સુઈ જવાથી સૌથી વધારે ઝડપથી વજન વધે છે. જમીને સુઈ જવાથી ભોજનની પાચનક્રિયામાં ખલેલ પડે છે અને તેના કારણે શરીરમાં ચરબી વધે છે.

9. આલ્કોહોલનું સેવન કરવાથી પણ વજન ઝડપથી વધે છે કારણ કે તેમાં કેલેરી વધારે હોય છે. તેના સિવાય તે લીવરને પણ નુકસાન કરે છે.

10. સતત એક જગ્યાએ બેસીને કામ કરવાથી શારીરિક શ્રમનો અભાવ રહે છે તેના કારણે વજન ઝડપથી વધી જાય છે.
આ આદતોમાં ફેરફાર કરશો એટલે તમારું વજન પણ ઝડપથી ઉતરશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!