આ વસ્તુઓ ખાતા હોય તો બંધ કરી દેજો, નહીંતર ડાયાબિટીસ અને કેન્સર થઈ જશે

દેશમાં 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહ એટલે કે નેશનલ ન્યૂટ્રિશન વીક તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યું છે. યોગ્ય રીતે ખાવું, એટલે કે તંદુરસ્ત આહાર બાળકોના વિકાસમાં મદદ કરે છે.

પણ તે યુવાનોને પણ ઘણા રોગોથી બચાવે છે. નિષ્ણાતો કહે છે કે જો યોગ્ય આહાર લેવામાં આવે તો યુવાનો સ્થૂળતા, ટાઇપ -2 ડાયાબિટીસ અને હૃદયની સમસ્યાઓ સહિત ઘણાં કેન્સરના જોખમને ટાળી શકે છે.

દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્વમાં દર પાંચમાંથી એક મૃત્યુ માત્ર ખોટી ખાણીપીણીના કારણે થાય છે. આ રિપોર્ટમાં ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ડોક્ટર દેબજાની બેનર્જીએ લખ્યું છે કે અમેરિકામાં 2 થી 19 વર્ષની ઉંમરના લગભગ 19 ટકા યુવાનો અને આથી વધારે ઉંમરના 40 ટકા લોકો સ્થૂળતાનો શિકાર બન્યાં છે. 

અને આ કારણોસર, તેમનામાં ટાઇપ -2 ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે. ડોક્ટર બેનર્જીએ આગળ લખ્યું છે કે સાયન્સ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ વિશ્વભરમાં દર પાંચમાંથી એક મૃત્યુ ખાવાની ખોટી આદતોને કારણે થાય છે. 

આ સંશોધન 1990 થી 2017 વચ્ચે વિશ્વના 195 દેશોમાં કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે યોગ્ય આહાર શું છે? વિજ્ઞાનના જણાવ્યાં મુજબ, જો તમે ખોરાકમાં ફળો અને શાકભાજીના બે ભાગ લઈ રહ્યા છો, 

જ્યારે બાકીના ભાગમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખોરાક લેતા હોવ તો આ આદર્શ સ્થિતિ છે. આનો અર્થ એ કે તમારી ભૂખનો અડધો ભાગ ફળો અને શાકભાજી સાથે સમાપ્ત થવો જોઈએ.

હૃદયની સમસ્યા- સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા આહારનું સેવન કરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે. અને આમાં સૌથી મોટું કારણ સોડિયમ અથવા મીઠાનું ઉચું પ્રમાણ છે. ઉચ્ચ સોડિયમ લેવાને કારણે બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) વધે છે. તે રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

ડાયાબિટીસ- આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરમાં ગ્લુકોઝમાં ફેરવાય છે. જે આપણને ઉર્જા આપે છે. મીઠા ખોરાક ઝડપથી શરીરમાં શોષાય છે. 

જેના કારણે શરીરમાં શુગરનું સ્તર ઉપર અને નીચે જાય છે. આજકાલ, ખોરાકમાં આવી વસ્તુઓનું ચલણ વધ્યું છે જેમાં શુગરનું પ્રમાણ વધારે છે. જે ડાયાબિટીસનું મુખ્ય કારણ છે

કેન્સર- એક તંદુરસ્ત શરીર માટે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટનું સંતુલન ખૂબ જ જરૂરી હોય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફાઉન્ડેશન અનુસાર, ઉચ્ચ ચરબી અને શુગરયુક્ત ખોરાક જેમ કે ચિપ્સ, બર્ગર, ચોકલેટ, બિસ્કિટ વગેરે શરીરની ચરબી વધારે છે. સંશોધન જણાવે છે કે સ્થૂળતા 12 પ્રકારના કેન્સરનું કારણ બને છે.

Leave a Comment