ડાયાબિટીસ તરત જ કંટ્રોલ કરી નાખશે આ વસ્તુ

 

ડાયાબિટીસનો રોગ જેને હોય તેન ખૂબ ધ્યાન રાખવું પડે છે. તેમને તેમના આહાર પ્રત્યે ખાસ જાગૃત રહેવું પડે છે. ડાયાબિટીસ એવી સમસ્યા છે કે જેને જળમૂળથી દુર કરી શકાતી નથી પરંતુ થોડું ધ્યાન રાખવામાં આવે તો તેન કંટ્રોલ કરી શકાય છે. આ કામ કરવામાં પનીરના ફૂલ મદદરુપ થઈ શકે છે.

પનીરના ફૂલ એવું સાંભળી જો તમને પણ નવાઈ લાગી હોય તો તમને જણાવી દઈએ કે આ નામની એક ઔષધી મળે છે જે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. તેને પનીરના ડોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પનીરના ફૂલ સોલાનેસી પરિવારનું ફૂલ છે. તેનો ઉપયોગ વિવિધ દવાઓમાં કરવામાં આવે છે. તે મહુવાના ફૂલ જેવા હોય છે અને તેનો સ્વાદ મીઠો હોય છે. તે મૂત્રવર્ધક પદાર્થ છે. તેનાથી ડાયાબિટીસના દર્દીને ખૂબ લાભા થાય છે.

પનીરના ફૂલ ઈન્સ્યુલિનના વધુ સારા ઉપયોગ માટે સ્વાદુપિંડના બીટા કોષોને સુધારે છે. જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તેનાથી હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.

પનીરના ફૂલનો ઉપયોગ તમે ઉકાળો બનાવીને કરી શકો છો. તેના માટે પનીરના ફૂલ લેવા તેને 2 કલાક પાણીમાં પલાળી રાખવા.

હવે અન્ય એક વાસણમાં પાણી લઈ તેમાં ફૂલને ઉકાળો. જ્યારે ફૂલના ગુણ પાણીમાં ભળી જાય પછી તેને ગાળી અને સવારે ખાલી પેટ પી જવાનું છે.

પનીરના ફૂલ કોઈપણ એવી દુકાનેથી મળી જાય છે જ્યાં આયુર્વેદિક દવાઓ અને હર્બલ વસ્તુઓ મળતી હોય છે. આ ફૂલ ઓનલાઈન પણ મળી જાય છે. પનીરના ફ્લાવર અથવા પનીર દોડીના નામથી તેનો ઓર્ડર કરી શકાય છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. જેમાં ખાંડ, કૂકીઝ, બિસ્કીટ, બ્રેડ અને નાસ્તાથી દુર જાળવી રાખો. પનીરના ફૂલનો ઉપયોગ કરો તેની સાથે હેલ્ધી ડાયટ પણ ફોલો કરો તે જરૂરી છે.

ડાયાબિટીસને આ દવા અને નુસખાથી કંટ્રોલમાં રાખી શકાય છે પરંતુ આ તેને સંપૂર્ણ રીતે દુર કરી શકતો નથી. ડાયાબિટીસ માટે અન્ય કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું પડે છે. જેમકે હંમેશા મીઠાઈ ખાવાથી બચવું.

રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું અથવા હળવી કસરતો કરવી. તેનાથી શરીરમાં બ્લડ શુગર વધતું અટકે છે. ડાયાબિટીસના દર્દીએ વધારે ધ્યાન એટલા માટે રાખવું પડે છે કે તેનાથી મેટાબોલિઝમ સંબંધિત વિકાર પણ થઈ શકે છે. તેથી ડાયાબિટીસ અંગે હંમેશા સતર્ક રહેવું અને ઈમરજન્સી જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.

Leave a Comment