તાવ, શરીરની બળતરા અને ડાયાબિટીસ માટે ઉપયોગી, હાલ જ વાપરો દવા કરતા 100 ગણી અસરકારક આ ઔષધિ

આ બંને આયુર્વેદિય ઔષધો તેમના કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. કડવુ કરિયાતું એ તાવ માટે ઉત્તમ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ કરીયાતા થી સારો થાય છે. ટાઇફોઇડ તાવ એ એક તીવ્ર તાવ છે જે સમાનરૂપે ઓછું થતું નથી, એના ઉપર કડું કરિયાતું અચૂક ઔષધ છે. તો આજે અમે તમને કડવું કરીયાતુંથી ઘણા ફાયદાઓ વિશે જણાવીશું.

કડુ ,કરિયાતું,વાવડિંગ,કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ.  આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભૂકો કરી લેવો જોઈએ અને આ બે ચમચી જેટલો આ ભુકો બે ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવો જોઈએ અને તેની સાથે માત્ર એક કપ પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું જોઈએ, તેને ઠંડુ પાડીને પી લેવું જોઈએ.

થોડા દિવસો સુધી આ પ્રકારના તાજા ઉકાળો પીવાથી પેટના કૃમિ-કરમિયા મરીને બહાર નીકળી જશે અને તેમજ તમને લિવર અને જઠરની સમસ્યા દૂર થશે.

કડું કરિયાતું શિતળ હોય છે. તે શરીરમાં થતી બળતરાને શાંત કરે છે. હાથ-પગ,આંખો કે આખા શરીરમાં બળતરા થતી હોય તો થોડા દિવસો માટે આ ઉપચાર કરો. કરિયાતું, ધાણા અને સાકર 10- 10 ગ્રામ લઈ,બધાને ભેગાં ખાંડી ચૂર્ણ બનાવી લેવું.રાત્રે એક ગ્લાસ પાણીમાં આ ચુર્ણ મિક્સ કરીને સવારે તે પાણી પી લેવું. 

મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચાર દ્વારા મટાડવામાં આવે છે. આહારમાં મસાલેદાર, ખાટા, ગરમ ખોરાકને દૂર કરવા. જો ઉપલબ્ધ હોય તો બકરીનું દૂધ પીવો.   થોડા દિવસોમાં રક્તસ્ત્રાવ બંધ થઈ જશે. હ્રદયરોગોમાં કડું કરિયાતું અને જેઠી મધ સમાન પ્રમાણમાં લઈ સવાર-સાંજ ખાંડનાં પાણી સાથે લેવું જોઈએ. 

ત્યારબાદ સુવાવડ પછી , જો નવજાત શિશુને ધાવણ પચતું ન હોય, તો કડુનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના તાવ માટે કડુ કરિયાતું ઉત્તમ ઔષધ છે.  તાવ સાથે મોટેભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડું બે રીતે કામ કરે છે.  તે ઝાડો સાફ લાવી, કબજિયાતને દૂર કરે છે, તેમજ પિત્તનું સ્ત્રવણ કરી તાવને ઉતારે છે. 

તાવ આવે તો દિવસમાં લગભગ અડધી ચમચી કડું પાવડર ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે અથવા ગોળ સાથે મેળવીને ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ ચાર કલાકે એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી લેવી. તાવ ઓછો થશે અને કબજિયાત પણ દૂર થશે.

અડધા લિટર પાણીમાં 10 ગ્રામ કડું અને 10 ગ્રામ સુંઠ ખાંડી ઉકાળો. તે ઉકાળો સવાર અને સાંજ પીવો જોઈએ. તેનાથી પરસેવો થઈ તાવ ઝડપથી ઉતરે છે. 10 ગ્રામ કરિયાતું લઈ ખોખરું કરી 30 ગ્રામ પાણીમાં રાત્રે પલાળવું સવારે તે પાણી ગાળી લઈ અને તેમાં 10 ગ્રામ મધ અને 3 ગ્રામ ખડી સાકાર મિક્સ કરો. 

આ મિશ્રણ ભૂખને વધારે છે અને શક્તિ આપે છે આંતરડા અને કબજિયાતની નબળાઇ દૂર કરે છે. ત્વચા રોગ અને ત્વચાના બળતરા માટે તરિયતાનો પેસ્ટ બનાવીને ઈલાજ કરી શકાય છે. કડુ કરિયાતું ઘાને મટાડે છે, અને ત્વચાને ઝડપથી સારી કરે છે. તમને આનો ઘણો ફાયદો થશે.  આ સિવાય ખીલની સારવાર માટે પણ કડું કરિયાતાની પેસ્ટ ઉપયોગી છે.

આજના સમયમાં લોકોની ઘણી સમસ્યાઓ વધી રહી છે.  પરંતુ જો લોકો કડુ-કારિયતુનો ઉપયોગ કરશે, તો સોજા અને સાંધાનો દુખાવો દૂર થશે. કરિયાતુંનો ઉપયોગ લાલાશ, દુખાવો, સોજો અને સંયુક્ત રોગોની સારવાર માટે થાય છે. સંધિવામાં આનો સારો ફાયદો થાય છે.

 

Leave a Comment