મોઢા પર ખાલી 2 વખત આ છાલ ઘસશો તો બધા ખીલ અને ડાઘા ગાયબ થઈ જશે

દોસ્તો કેળું ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેના ફાયદા પણ લાજવાબ હોય છે. આજ પહેલા તમે કેળાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર હશો પંરતુ તમને એ હકીકતથી ખબર નહીં હોય કે કેળાની છાલના પણ ઘણા ફાયદા છે.

કેળાની છાલમાં અનેક પૌષ્ટિક ગુણો છુપાયેલા છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન બી-6, બી-12 જેવા પોષક તત્વો હોય છે, જે મેટાબોલિઝમ માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી આજ પછી કેળાની છાલ ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે નિયમિતપણે કેળાની છાલ વડે તમારા દાંતને ઘસો છો તો દાંતમાં નવી ચમક આવશે. આ ફળની છાલમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ દાંતના પીળાશને દૂર કરવામાં મદદ કરે છે, જેના કારણે દાંત આપમેળે સફેદ થવા લાગે છે.

નિષ્ણાતો પાસેથી જાણવા મળ્યું છે કે કેળાની છાલને પીસીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે. સામાન્ય રીતે ઘણીવાર માથાનો દુખાવો લોહીમાં ઉદ્ભવતા તણાવને કારણે થાય છે. જોકે કેળાની છાલમાં હાજર મેગ્નેશિયમ ધમનીઓમાં જઈને સરળતાથી માથાનો દુખાવો બંધ કરવામાં મદદ કરે છે.

કેળાની છાલમાં એવા તત્વો જોવા મળે છે, જે તમારા ચહેરા પર ખીલ અને ડાઘની સમસ્યાને દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને પોષણ પણ મળે છે અને ત્વચામાં ભેજ જળવાઈ રહે છે.

કેળાની છાલને ત્વચા પર લગાવવાથી ત્વચામાં પાણીની ઉણપ દૂર થાય છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે તમારે કેળાની છાલને પીસીને તેમાં ઈંડાની જરદી મિક્સ કરીને ચહેરા પર લગાવવી જોઈએ. હવે થોડી વાર સુકાઈ ગયા પછી ચહેરાને સારી રીતે ધોઈ લો. આનાથી તમારા ચહેરા પરની કરચલીઓ પણ દૂર થઈ જશે અને ચહેરો ચમકશે.

ઘણીવાર બાળકોને રમતી વખતે જંતુઓ કરડે છે. જેના કારણે ત્વચા પર બળતરા થવાની સાથે સાથે લાલ ડાઘ પણ પડી જતા હોય છે. આ માટે તમારે કેળાની છાલને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે ઘસવી જોઈએ. આમ કરવાથી બળતરા દૂર થશે અને ડાઘ પણ દૂર થશે.

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ પરેશાન હોય છે અને મોટાભાગે ટેન્શનમાં રહેતો હોય છે, જો તમે પણ વારંવાર તણાવમાં આવી જાવ તો એક ગ્લાસ પાણીમાં કેળાની છાલ નાંખો અને તેને ગરમ કરો અને આ પાણી પીવો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે. વળી નિષ્ણાત લોકો તો માને છે કે આ પીણું હૃદયને પણ મજબૂત બનાવે છે.

કેળાની છાલમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. આ સિવાય કેળાની છાલને પાંચ મિનિટ સુધી આંખો પર રાખવાથી આંખોને રાહત મળે છે અને શરીરનો થાક પણ ઉતરી જાય છે.

Leave a Comment