દવા લીધા વગર ઘરે બેઠા આંતરડા અને પેટનો બધો કચરો સાફ કરી નાખો, હાલ જ ખાવાનું શરૂ કરી દો

લીંબુમાં હાજર તત્વો આપણા પેટને સાફ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારા ખોરાકનું પાચન યોગ્ય રીતે થઈ રહ્યું નથી, તો પછી એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સવારે પીવો. આનું સેવન કરવાથી તમારું પેટ સાફ થઈ જશે. અને તે જ સાથે તમારું વજન પણ ઘટશે.

વરિયાળી ખાવાથી પેટમાં અપચો અને કબજિયાત થતી નથી.  આવી સમસ્યાઓથી બચવા માટે વરિયાળી સાથે સાકર ભેળવી પાવડર બનાવો અને સૂતા સમયે આ પાવડર લગભગ 3 ગ્રામ નવશેકું પાણી સાથે લો. તેનાથી પેટની કોઈ સમસ્યા નહીં થાય અને ગેસ અને કબજિયાત દૂર થશે.

અડધો ગ્રામ પાવડર અજમો અને તેટલો જ ગોળ મેળવીને દિવસમાં ત્રણ વખત લો. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ તત્વ આંતરડા અને પેટના બેક્ટેરિયાને દૂર કરે છે.  દાડમની છાલને સૂકવી તેનો પાવડર બનાવો. દિવસમાં 3 વખત 1-1 ચમચી તે લો. થોડાં દિવસ સુધી આ પાવડર ખાવાથી પેટ અને આંતરડામાં થતી કરમિયાની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે.

ટામેટાં કાપીને તેમાં સિંધાલૂણ અને કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને રોજ ખાશો તો પેટના કીડા અને અતિસારથી છુટકારો મળે છે. લીમડાના પાનમાં એન્ટિબાયોટિક ગુણ હોય છે. તેનો રસ મધ સાથે પીવો. આ કીડાને મારી નાખશે અને આંતરડા સાફ રાખશે. સવારે તેને લેવાથી ઘણા ફાયદા થાય છે.

લસણમાં વધારે એન્ટીઓકિસડન્ટો હોય છે. પેટની સમસ્યાઓ દૂર કરવા સાથે, આંતરડાઓને સંપૂર્ણપણે સાફ રાખવા માટે લસણનો ઉપયોગ જરૂરી છે. ખોરાકમાં લસણની ચટણીનો ઉપયોગ કરો. તુલસી એક ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ છે. દરરોજ સવારે 5 તુલસીના પાન ગળી જવાથી પેટના કીડા થતા નથી.  આંતરડા સાફ થઈ જાય છે અને ગેસ, કબજિયાત જેવી સમસ્યા નથી.

જો તમને આંતરડાની કૃમિની સમસ્યા છે તો કાચી કેરીનો ટુકડો ખાવો. આ માટે સવારે અને સાંજ અડધી ચમચી કાચી કેરીની પેસ્ટ દહીં અથવા પાણી સાથે લો. તેનાથી આંતરડા સાફ રહેશે. છાશમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. છાશ ભોજન સાથે રોજ લેવી જોઈએ, તે તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખે છે. તેનાથી રોજ સવારે તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે.

 જે લોકોને અપચાની સમસ્યા હોય છે તેમણે વધુ કચુંબર લેવું જોઈએ. કચુંબરમાં તમે ગાજર, મૂળો, ટામેટા, સલાડ, કાકડી ખાઈ શકો છો. તેમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે જે આંતરડાને સારી રીતે સાફ કરે છે.

ભોજન વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર ખોરાક સાથે પાણી પીવું નુકસાનકારક છે. જમ્યા પછી 30 મિનિટ પછી પાણી પીવો. આ પાચનતંત્રને સ્વસ્થ રાખશે અને ખોરાક સરળતાથી પચાવી લેશે. તેમજ દિવસ દરમ્યાન નિયમિત અંતરાલે પાણી પીવાનું રાખો.

 

Leave a Comment