આ વસ્તુઓ ખાવાની બંધ કરી દો, જિંદગીમાં ક્યારેય નહીં આવે હાર્ટએટેક

દોસ્તો અનિયમિત જીવનશૈલીને કારણે શરીરમાં નાની ઉંમરમાં જ ગંભીર સમસ્યાઓ થઇ જતી હોય છે. આવી જ એક ગંભીર સમસ્યા છે જે વર્તમાન સમયમાં સતત વધી રહી છે.

આ સમસ્યા છે હાર્ટ એટેકની. બેઠાડું જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ આહાર ના કારણે 40 વર્ષની ઉંમરે પણ વ્યક્તિને હાર્ટએટેક આવી જાય છે.

હાર્ટ એટેક આવે ત્યારે જીવનું જોખમ ઊભું થઈ જાય છે. હાર્ટ એટેકથી બચવું હોય તો આ કામ કરવું શક્ય છે. તેના માટે દવાઓ પણ લેવી નહીં પડે. જો તમે તમારી આહાર શૈલીમાં થોડા ફેરફાર કરશો તો હાર્ટ એટેકથી બચી જશો.

આજે તમને જણાવીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને રોજિંદા આહારમાં થી તમે દૂર કરી દેશો તો હાર્ટ એટેકનું જોખમ અનેક ઘણું ઘટી જાય છે. તો ચાલો જાણીએ એવી કઈ-કઈ વસ્તુઓ છે જેને હાર્ટને હેલ્ધી રાખવા માટે આહારમાંથી દૂર કરી દેવી જોઈએ.

1. હાર્ટ એટેકથી બચવું હોય તો સૌથી પહેલા બટેટા અને મકાઈ ની ચિપ્સનો ઉપયોગ બંધ કરી દો. વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આપણને વસ્તુમાં ટ્રાન્સલેટ ફેટ અને કાર્બોહાઇડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

2. જો તમે વધારે પ્રમાણમાં સોડા પીતા હોય તો તેને પણ બંધ કરો. નિયમિત રીતે સોડા પીવાથી બ્લડ સુગર વધે છે અને ધમની ઉપર તણાવ પણ આવે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. જે લોકો ડાયેટ સોડાનો ઉપયોગ કરે છે અને માને છે કે તે હેલ્ધી છે તો આ પણ એક માન્યતા છે. ડાયેટ સોડા પણ હાર્ટ માટે જોખમી જ છે.

3. ચાઈનીઝ ફૂડ એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવે છે. નાના મોટા સૌ કોઈને ભાવે તેવી વેરાઇટી ચાઈનીઝ ફૂડ માં મળે છે. પરંતુ ચાઈનીઝ ફૂડમાં એક એવી વસ્તુ હોય છે જે હાર્ટના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

આ વસ્તુ છે આજીનોમોટો. આ સિવાય પણ ચાઈનીઝ વસ્તુઓમાં જે મસાલા અને સોસ વપરાય છે તેમાં પણ સોડિયમ ભરપૂર હોય છે જે હાર્ટના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

4. ચિકન પણ ફેટ અને ચરબીથી ભરપૂર હોય છે. તેમાં પણ તળેલું ચીકન ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે. તળેલા ચિકનમાં વિટામિન અને પોષક તત્વો બચતા નથી. તેના કારણે તે હૃદયને નુકસાન કારક બની જાય છે. લાલ માંસ પણ ચરબી અને સોડિયમથી ભરપૂર હોય છે અને તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

5. પીઝા ખાવા પણ બધાને ભાવે છે પરંતુ તેને ખાવાથી હૃદય પર ખરાબ અસર થાય છે. પીઝા પણ કાર્બોહાઈડ્રેટ અને સોડીયમથી ભરપૂર હોય છે જેના કારણે શરીરમાં ચરબી વધે છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.

Leave a Comment